સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા છે. આ ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં છે. આજે સાંજે 6 વાગ્યે ગુજરાતની નવી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી
2 કનુભાઈ દેસાઈ – નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ – શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ – કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા – પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા – પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અધિકારીતા
10 હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ
11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ – પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ – વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર


