Connect Gujarat
ગુજરાત

આમોદના રોજાટંકારીયામાં વિકાસકાર્યોમાં ગોબાચારી આચરાયાની બુમરાણ

આમોદના રોજાટંકારીયામાં વિકાસકાર્યોમાં ગોબાચારી આચરાયાની બુમરાણ
X

ગ્રામપંચાયતના વિકાસના કામોમાં પંચાયત સભ્યના પતિ દ્વારા જ ગોબાચારી આચરાયાના આક્ષેપો

આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામે ગામમાં થઈ રહેલ વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ખાયકી કરાઇ હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

ગામ લોકોના જણાવ્યા મુજબ હાલમા ગ્રામપંચાયત સભ્યના પતી દ્વારા ગટરનું કામ કરવામાં આવેલ છે. તેમાં પાઇપો પણ હલકી ગુણવત્તાની તથા જમીનની ઉપર નાખી દેવામાં આવી છે અને કેટલીક પાઇપો તો અત્યારે જ તુટી જવા પામી છે. એવીજ રીતે ગામના અત્યાર સુધી જેટલા પણ વિકાસના કામો કરવામા આવ્યા છે. તેમા પણ ભ્રષ્ટાચાર પંચાયતના સભ્યના પતિ દ્વારા જ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયત ભાજપની હોય અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પણ રોજાટંકારીયા ગામના જ હોય તેમ છતાં વિકાસ કાર્યોમાં ગોબાચારી થતી હોય તે ઘણી જ ગંભીર બાબત છે. તાલુકા પંચાયતના ઉપ પ્રમુખની મિલિભગત થી જ વિકાસના કામો પંચાયત સભ્યના પતિને જ આપવામાં આવે છે નો આરોપ પણ ગ્રામજનો દ્વારા મુકવામા આવ્યો છે.

૨૦૧૫માં જે પાણીની લાઇન ગામમા નાખવામાં આવી હતી. જેના બિલો જ તે સમયે પાસ કરાવ્યા હોવા છતાં. હાલમા પણ એજ પાઇપ લાઇનના બિલો સરપંચ તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા બીજીવાર તે બિલો પાસ કરાવ્યા હોવાનું પણ ગામ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.ગ્રામપંચાયતમાં એક હથ્થુ શાસન કરી સભ્યોનો વિરોધ હોવા છતાં પણ તેમની કોઇ વાત સાભંળવામાં આવતી નથી તેમ જણાવી આમોદ તાલુકા વિકાસ અધિકારીને પણ વારંવાર રજુઆતો કરવા છતાં પણ તેમના દ્વારા હજુસુધી કોઇજ કાર્યવાહી ન કરાતી હોવાનું ગ્રામજનો જણાવી વહેલી તકે આ મામ્લે યોગ્ય તપાસ હાથધરી કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Next Story