આવતીકાલે જાહેર થશે ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ

Update: 2019-05-24 10:06 GMT

વહેલી સવારથી બોર્ડની વેબસાઇટ પર મૂકાશે રિઝલ્ટ

ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, ત્યારબાદ હવે ૨૫ મેના રોજ ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ જાહેર કરશે. અત્યારથી જ વાલીઓમાં પોતાના બાળકોનું ધોરણ-૧૨ કોર્મસનું પરિણામ શું આવશે તેને લઇને ચિંતામાં પડી ગયા છે.

આવતીકાલે સવારથી ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. અને બપોર બાદ માર્કશીટ શાળામાંથી મેળવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,59,375 નિયમિત,95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓન નોંધાયા હતા. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Similar News