ગીરસોમનાથ: તલાલામાં કેસર કેરીનું કરાયુ મુર્હુત, આટલા રૂપિયામાં થયો પહેલો સોદો

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે.

Update: 2024-05-02 08:53 GMT

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે.પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે.કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે.

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે.ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે.કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે.તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બૉક્સની આવક થઈ છે.તો અત્યાર સુધીમાં યુકે કેનેડા,યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.આ વખતની સિઝન ટૂંકી ચાલશે.આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સિઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે.

Tags:    

Similar News