ઇન્ડિયન નેવીમાં પહોંચ્યું કોરોનાનું સંક્રમણ, મુંબઈમાં 21 નેવી સૈનિકો કોરોના પોઝિટિવ

Update: 2020-04-18 05:36 GMT

દેશમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસનો ચેપ હવે ભારતીય નૌસેના સુધી પહોંચી ગયો છે. મુંબઈમાં નૌસેના પરિસરમાં 21 નૌસૈનિકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બધાને તે નૌસૈનિકથી સંક્રમણનો શક લગાવવામાં આવી રહ્યો છે જે 7 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ મળ્યો હતો. અત્યાર સુધીમાં મળેલ 21 નૌસૈનિકો માંથી, 20 આઈએનએસ આંગ્રે પર તૈનાત છે. નૌકાદળના નિવેદન મુજબ, બધા આઈએનએસ આંગ્રેના એક જ બ્લોકમાં સાથે રહેતા હતા. હાલમાં આ બ્લોકને અલગ કરવામાં આવ્યું છે. આ અગાઉ સેનાના આઠ જવાનોમાં કોરોનાની પુષ્ટિ પણ કરવામાં આવી ચૂકી છે.

આરોગ્ય મંત્રાલય મુજબ, મહારાષ્ટ્રમાં 201, મધ્યપ્રદેશમાં 69, ગુજરાતમાં 41, પંજાબમાં 13, દિલ્હીમાં 42, તમિલનાડુમાં 15, તેલંગાણામાં 18,, આંધ્રપ્રદેશમાં 14, કર્ણાટકમાં 13, પશ્ચિમ બંગાળમાં 10, જમ્મુ- કાશ્મીરમાં 5, ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 3, રાજસ્થાનમાં 11, કેરળમાં 3, ઝારખંડમાં 2, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે.

Similar News