જુનાગઢ : ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનોએ મતદાન બહિષ્કારના શપથ લીધા, કહ્યું : નહીં કરીએ મતદાન..!

જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...

Update: 2024-05-05 08:29 GMT

જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જુનાગઢ વિકાસ સત્તા મંડળે ટીપી સ્કીમ જાહેર કરતા જ વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે અગાઉ ખેડૂતોએ જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તો બીજી તરફ, ખેડૂતોના વિરોધ વચ્ચે જુડાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. જેમાં ખેડૂતો અને જુડાના અધિકારીઓની બેઠક મળી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, તેમને વિશ્વાસમાં લીધા વિના જ ટીપી સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે, ત્યારે જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ટીપી સ્કીમ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને લઈને સુખપુર ગામના લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે સખત વિરોધ પ્રદર્શન યોજી સંપૂર્ણપણે મતદાન બહિષ્કારના શપથ લેવામાં આવ્યા હતા. જેમાં આગામી તા. 7 મેના રોજ સુખપુર ગામવાસીઓ મતદાન નહીં કરી ટીપી સ્કીમનો ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News