ભરૂચ : ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં “વિજય સંકલ્પ બાઈક રેલી” યોજાય

જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સ્ટાર પ્રચારક અને અમરાવતીના સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-05-05 10:17 GMT

ભરૂચ શહેરના ભોલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સ્ટાર પ્રચારક અને અમરાવતીના સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચુંટણી અંતર્ગત પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કોલેજ રોડ પર આવેલ 7X બિલ્ડીંગ પાસેથી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. નવનીત રાણાએ ભરૂચ અને ગુજરાતના વિકાસને વર્ણવી ગુજરાતીઓને ભાગ્યશાળી ગણાવ્યા હતા. આ બાઈક રેલી ABC ચોકડી થઈ ભોલાવ હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રાહડપોર ગામ ખાતે પહોચી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

Tags:    

Similar News