25 જૂન 1983ના રોજ વિશ્વ કપ ની ફાઇનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ને હરાવી ભારતીય ટીમ વિજેતા બની

Update: 2016-06-25 06:19 GMT

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર અમરનાથ મેન ઓફ ઘી મેચ બન્યા હતા

25 જૂન 1983 ના રોજ ત્રીજા વિશ્વ કપ ની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ ના લોર્ડસ ક્રિકેટ મેદાન માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ વચ્ચે રમાઇ હતી,ત્યારે 60 ઓવર ની વનડે મેચ રમાતી હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને 54.04 ઓવરમાં 183 રન કર્યા હતા.જે ટાર્ગેટ ને પૂરો કરવા માટે વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ પણ જીત ની ઉમીદ સાથે મેદાન માં ઉતરી હતી પરંતુ ભારતીય બોલરો સામે તેઓના બેટ્સ મેન બેટિંગ ક્રિઝ પર ટકી શક્યા ન હતા,અને 52 ઓવરમાં 140 રન માં જ વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.ક્રિકેટ વિશ્વ કપ મા ભારતીય ટીમ નો ઐતિહાસિક વીજ થયો હતો.

ભારતીય ટીમ માંથી શ્રીકાંથે 57 બોલમાં 38 રન નું મહત્વ નું યોગદાન આવ્યું હતું,જ્યારે મોહિન્દર અમરનાથે પણ 80 બોલ માં 26 રન કરીને સ્કોર 180 રન સુધી પહોંચાડયો હતો.ભારતીય ટીમ ના બોલર અમરનાથ અને મદન લાલે 3 - 3 વિકેટ ઝડપી લઈને વેસ્ટ ઇન્ડિઝ ની ટીમને ભોંય ભેગી કરી દીધી હતી.આ મેચ મા કપિલ દેવે લાંબી દોડ લગાવીને વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક બેટસ મેન રિચાર્ડ નો કેચ પકડીને આખી બાજી ફેરવી નાખી હતી.વેસ્ટ ઇન્ડિઝ ના ટોપ સ્કોરર રિચર્ડે 28 બોલમાં 33 રન ફટકારીને આઉટ થાય હતા.

આ વિશ્વ કપ ની ફાઇનલ મા ભારતીય ટીમ ના ઓલ રાઉન્ડર અમરનાથે 7 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી તેથી તેઓને ત્યારે મેન ઓફ ઘી મેચ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.મેચ દરમિયાન ડીકી બર્ડ અને બેરી મેયરે અમ્પાયર તરીકે ની ફરજ બજાવી હતી.

Story By : Nirav Panchal

Tags:    

Similar News