ફ્રાન્સથી રવાના થયેલા 5 રાફેલ વિમાન આગામી બુધવારે આવી પહોંચશે ભારત

Update: 2020-07-28 13:09 GMT

ભારતીય વાયુ સેનાની શક્તિમાં હવે ટૂંક સમયમાં વધારો થશે. ફ્રાન્સના મેરિ નેક એરબેઝથી 5 રાફેલ ફાઈટર એર ક્રાફ્ટ ભારત આવવા રવાના થઈ ચુક્યા છે. આ એરક્રાફ્ટ 7 હજાર કિમીનું અંતર કાપીને બુધવારે ભારત પહોંચશે.

તો રીફિલિંગ માટે તે માત્ર U.A.E માંજ રોકાણ કર્યું હતું. આ પાંચ એર ક્રાફ્ટમાં ત્રણ સિંગલ સીટર છે અને બે એર ક્રાફ્ટ ટુ સીટર છે. રાફેલ ફાઈટર જેટના રવાના થતી વખતે ભારતીય રાજ દૂત જાવેદ અશરફ પણ મેરિ નેક એરબેઝ પર હાજર રહ્યા હતા.

તેમણે રાફેલ ઉડાવનારા પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પાંચ રાફેલ 29 તારીખે અંબાલા એર ફોર્સ ખાતે ઉતરશે અને ત્યાં તહેનાત કરાશે. અંબાલામાં 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રાફેલની પહેલી સ્ક્વાડ્રન હશે.

Similar News