DC vs SRH: દિલ્હી કેપિટલ્સને સિઝનમાં છઠ્ઠી હાર, સનરાઇઝર્સ હૈદરાબાદએ નવ રનથી હરાવ્યું

Update: 2023-04-30 03:06 GMT

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને શાનદાર જીત મેળવી હતી. તેણે અગાઉની મેચમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો. કેપિટલ્સની ટીમે સનરાઇઝર્સને તેના ઘરે હરાવ્યું હતું, ત્યારબાદ હૈદરાબાદે આ વખતે દિલ્હી પહોંચીને જીત મેળવી હતી. સનરાઇઝર્સે આ મેચ નવ રને જીતીને સિઝનની ત્રીજી જીત મેળવી હતી. તેના આઠ મેચમાં છ પોઈન્ટ છે અને તે નવમાથી આઠમા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સનો આ સિઝનમાં છઠ્ઠો પરાજય છે. તેના આઠ મેચમાં માત્ર બે પોઈન્ટ છે અને તે 10મા સ્થાને છે.

સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 188 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી ફિલિપ સોલ્ટ અને મિશેલ માર્શે મેચમાં અડધી સદી ફટકારી હતી. માર્શે 63 અને સોલ્ટે 59 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. છેલ્લી ઓવરમાં અક્ષર પટેલે 14 બોલમાં અણનમ 29 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

Tags:    

Similar News