IPL: રાજસ્થાને લખનઉને 7 વિકેટે હરાવ્યું, RR પ્લેઓફમાં ક્વોલિફાય થવાથી માત્ર ડગલુ દૂર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સે વધુ એક જીત નોંધાવી છે.

Update: 2024-04-28 03:03 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સે વધુ એક જીત નોંધાવી છે. ટીમે લખનઉ સુપરજાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી અને મેચ લખનઉના હાથમાંથી છીનવી લીધી હતી.રાજસ્થાને શનિવારે એકાના સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 76 રન અને દીપક હુડાએ 50 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ લીધી હતી.રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. સેમસન 71 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો અને જુરેલ 52 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. લખનઉ તરફથી યશ ઠાકુર, માર્કસ સ્ટોઇનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.

Tags:    

Similar News