WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે UP વોરિયર્સને 72 રનથી હરાવ્યું, ફાઇનલમાં એન્ટ્રી.!

એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Update: 2023-03-25 10:30 GMT

એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યાં તે દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે, જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો જ ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. મુંબઈ બીજા ક્રમે હતું. યુપીએ ત્રીજું સ્થાન મેળવીને એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે આગળ વધી શક્યું ન હતું.

નતાલી સાયવર બ્રન્ટના અણનમ 72 રન અને ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર વિજય મેળવી હતી. ઇસી વોંગે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી. તેણે કિરણ નવગીરે, સિમરન શેખ અને સોફી એક્લેસ્ટોનને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.

કિરણ નવગીરે યુપી માટે એકલા હાથે લડી હતી. તે 27 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેને બીજા છેડેથી કોઈ ટેકો મળ્યો ન હતો. દીપ્તિ શર્મા 16, ગ્રેસ હેરિસ 14 અને એલિસા હિલી 11 રન બનાવીને આઉટ થઇ હતી. યુપીના 11 બેટ્સમેનમાંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. મુંબઈ તરફથી ઈસી વોંગ ઉપરાંત સાયકા ઈશાકે બે વિકેટ ઝડપી હતી. નતાલી સીવર, હેલી મેથ્યુસ અને જય કાલિતાએ એક-એક સફળતા મેળવી હતી.

Tags:    

Similar News