WPL 2023 : શેફાલી વર્માની તોફાની બેટિંગથી દિલ્હીની જીત, ગુજરાતને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું.

Update: 2023-03-12 03:47 GMT

બોલર મેરિજેન કેપની ઘાતક બોલિંગ બાદ ઓપનર શેફાલી વર્માની તોફાની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સને દસ વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં દિલ્હીની આ ત્રીજી જીત છે.

આ મેચમાં શેફાલીએ માત્ર 28 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે WPLની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી. શેફાલીએ માત્ર 19 બોલમાં 50 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને કેપની બોલિંગ સામે 20 ઓવરમાં 9 વિકેટે 105 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાના બોલરે 5 વિકેટ લીધી અને ટૂર્નામેન્ટમાં આવું કરનાર ત્રીજી બોલર બની હતી. તેના પહેલા દિલ્હીના તારા નોરિસ અને ગુજરાતના કિમ ગ્રાથે 5 વિકેટ લીધી છે. આ પછી કેપ્ટન મેગ લેનિંગ (21) અને શેફાલીએ ગુજરાતના બોલરો પર કોઈ દયા ન દાખવી અને માત્ર 7.1 ઓવરમાં 107 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી.

Tags:    

Similar News