ભરૂચ : 12 કલાકના ઓપરેશન બાદ મહિલાને મળ્યું નવું જીવનદાન

Update: 2020-10-06 11:52 GMT

ભરૂચની એક મહિલાને સફળ શસ્ત્રક્રિયા દ્વારા નવું જીવનદાન મળ્યું છે. મુંબઈ સુધીના હોસ્પિટલના ધક્કા ખાધા બાદ નડીઆદના ડી.ડી.એમ.એમ હોસ્પિટલના તબીબે ઓપરેશન દ્વારા કૃત્રિમ ધમની નાખી હ્રદય પુનઃ ધબકતું કરતાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી મહિલાને નવજીવન બક્ષ્યું છે.

ભરૂચમાં રહેતા એઇમન સિદ્દીકીએ બાળકીને જન્મ આપ્યા બાદ બે માસ પછી કોરોનાનો ચેપ લાગ્યો હતો. મહિલાને શરીરના અંગોમાં દુખાવો થતો હતો. મહિલાને નડીઆદની ડીડીએમએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તપાસ કરાતા તેણીના હ્રદયમાંથી નીકળતી ધમની સાથે બે વાલ્વ ખરાબ થઈ ગયા હતા. હ્રદયનું પમ્પિંગ પણ 20 ટકા થઈ ગયું હતું. મહિલાનું હાર્ટ ફેઇલ થવા તરફ હતું જેનું ઓપરેશન કરવું ખૂબ જટિલ અને જોખમકારક હતું.

બાળકીની માતાનો જીવ બચાવવા ડીડીએમએમ હોસ્પિટલના તબીબ સંજીવ પીટરે હ્રદયને પુનઃ ધબકતું કરી આપવાના ચેલેન્જ સાથે ઓપરેશન શરૂ કર્યું હતું. જે 10થી 12 કલાક સુધી ચાલ્યું હતું. મહિલાના હ્રદયમાં કૃત્રિમ ધમની નાખીને બે વાલ્વ રીપેરીંગ કરી તેણીનું હ્રદય પુનઃ ધબકતું કરી નવજીવન આપ્યું હતું. મહિલાના પરિવારે જણાવ્યુ હતું કે ડોક્ટર પીટરના સાહસથી આઈમનને હિંમત મળી અને નવું જીવનદાન મળ્યું છે.

Tags:    

Similar News