સુરત : કોરોના બાદ દેશમાં પીપીઇ બનાવતી 1,100થી વધુ કંપનીઓ ખુલી છે : સ્મૃતિ ઇરાની

Update: 2021-01-09 12:40 GMT

સુરત સરથાણાના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશનને ટેક્ષ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આયોજિત રાજ્યનું સૌ પ્રથમ પ્રત્યક્ષ બી–ટુ–બી એક્ઝિબીશન સુરતમાં યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે બંગાળના વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેબાશિષ ચૌધરી પણ હાજર રહ્યા હતાં.

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે પીપીઈ સુટ આપણા દેશમાં ક્યારેય બનતા ન હતા. પણ કોરોનાની મહામારીમાં સાડા ૭ હજાર કરોડની ઇન્ડસ્ટ્રીઝ ઉભી થઇ છે. માત્ર બે જ મહિનામાં જે દેશમાં એક પણ કંપની ન હતી ત્યાં હવે ૧૧૦૦થી વધુ કંપનીઓ પીપીઈ સુટ બનાવે છે.

આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ સ્ટોલોમાં ટેક્ષટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશિન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થશે.

Tags:    

Similar News