અમદાવાદ : માસ્ક વગરના લોકો પાસેથી 1 દિવસમાં 40 લાખના દંડની વસૂલી

Update: 2020-12-19 10:55 GMT

અમદાવાદમાં હવે કોરોના સંક્ર્મણ કાબુમાં આવતું દેખાઈ રહ્યું છે. આરોગ્ય તંત્રને ધારી સફળતા મળી છે અને ગત મહિને 350 પ્રતિદિન કેસની સંખ્યા હવે ઘટીને પ્રતિદિન 225 પર આવી છે. જે ખુબ જ સારી બાબત છે. પણ અમદાવાદ પોલીસે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે તેમને મળેલી સત્તા મુજબ આકરી કામગીરી શરુ કરી છે અને માત્ર એકજ દિવસમાં 40 લાખનો માતબર દંડ વસુલ કર્યો છે.

શુક્રવારે અમદાવાદ પોલીસે માસ્ક નહી પહેરનાર 4124 લાકો સામે કાર્યવાહી કરીને રુપિયા 41.24 લાખનો માતબર દંડ વસુલ્યો હતો. માત્ર 19 દિવસમાં અમદાવાદ પોલીસ માસ્ક ન પહેરનાર પાસેથી પાંચ કરોડ ઉપરાંતનો દંડ વસુલી ચુકી છે. અમદાવાદીઓ માસ્ક પહેરવા બાબતે હજુ પણ બેદરકાર છે. તે વાત વસુલવામાં આવતા દંડની રકમના આંકડા જોઇને સમજી શકાય તેમ છે. પોલીસે કોરોનાની ગાઇડલાઇન મુજબ જાહેરનામાનો અમલ નહી કરનાર 156 વાહનચાલકો સામે મોટર વ્હીકલ એકટની કલમ 207 હેઠળ કાર્યવાહી કરીને વાહન ડીટેઇન કરીને 16 લાખ રુપિયાનો દંડ વસુલ્યો હતો. છતાં લોકોની બેદરકારી સતત સામે આવી રહી છે.

એક બાજુ રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ ઘટી રહયા છે ત્યારે શહેર પોલીસ સતત પોતાની કામગીરી કરી રહી છે અને માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસની અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે માસ્ક વગર બહાર નીકળતા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી કરે છે અને નિયમ મુજબ દંડની વસૂલાત કરે છે.

Tags:    

Similar News