અમદાવાદ : ફાયનાન્સર અલ્પેશ પટેલ આપઘાત કેસમાં વડોદરા પોલીસનો તપાસનો ધમધમાટ

Update: 2020-10-12 09:39 GMT

અમદાવાદમાં રહેતાં અને ફાયનાન્સનું કામ કરતાં અલ્પેશ પટેલે થોડા દિવસો પહેલાં વડોદરા ખાતે આવી આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેમના ભાગીદાર સહિત 10 લોકોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. બનાવ સંદર્ભમાં વડોદરાની એક ટીમ અમદાવાદ ખાતે અલ્પેશ પટેલના નિવાસે પહોંચી છે જયાં તેમના પરિવારજનોના નિવેદનો લેવામાં આવશે.

બોપલના ફાયનાન્સર અલ્પેશ પટેલ ના આપઘાત કેસમા વડોદરા પોલીસ તપાસ અર્થે અમદાવાદ પહોંચી છે. બોપલ ખાતે પ્રાગ્ટય રેસીડેન્સીમાં રહેતાં અલ્પેશ પટેલના પરિવારજનોના નિવેદન લેશે. અલ્પેશ પટેલ પોરબંદરના ભૂમાફિયાના કારણે આપઘાત કર્યો હોવાનુ ખુલ્યુ છે. મૃતક અલ્પેશે સ્યુસાઈટ નોટમાં ભાગીદાર નરેન્દ્રસિહ વાઘેલા, નાગાર્જુન મોઢવાડીયા, ભરત ભુતીયા, અનિરૂધ્ધસિંહ વાઘેલા સહિત 10 વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.. 2.45 કરોડના નાણાકીય લેવડ-દેવડને લઈને ધમકી મળતી હોવાથી અલ્પેશભાઈએ આપઘાત કર્યો હતો..સુરતના દુર્લભ પટેલ બાદ અમદાવાદના અલ્પેશ પટેલની આત્મહત્યાના કેસમા પણ ભુમાફિયાની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ કરી છે. સયાજીગંજ પોલીસની 6 સભ્યોની એક ટીમ રવાના કરી છે. તપાસ માટે ટીમ અમદાવાદ આવવા રવાના થઈ છે. અમદાવાદમાં મૃતકના પરિવારના સભ્યોનું નિવેદન લેશે.

પોલીસે આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઇ પત્તો મળી શક્યો નથી. બીજી તરફ અલ્પેશ પટેલના ઘરે નાગાર્જુન તેના માણસોને લઇને ગયો હોવાનો CCTVનો વીડિયો પણ વાઇરલ થતાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. નાગાર્જુને અલ્પેશના પુત્ર સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી. જેમાં નાગાર્જુને તારા પિતા સાથે વાત થઈ છે તે પ્રકારની વાતચીત કરીને હું તારા ઘરે આવું છું તેમ ધમકીભર્યા સુરે જણાવ્યું હતું આરોપીઓ પૈકીના એક નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિયા અમદાવાદના સોલા ગામમાં રહતો હોવાનું જાણવા મળતાં તેના ઘરે જઈને ફરીથી પંચનામું કર્યું હતું.

આ ઉપરાંત સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં રહેતા મુકેશ કાનજી વાઘેલા, સિદ્ધરાજસિંહ ઉર્ફે લાલો કલ્પેશ વાઘેલા અને લકી રાજ અમરસિંહ વાઘેલાને શોધવા માટે પોલીસે ગોધાવી ગામ અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ, તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને 13 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ આપી હતી.

Tags:    

Similar News