અમદાવાદ: કોરોનાના વધતાં કેસને લઈ તંત્ર સતર્ક, જુઓ શું કરાઈ કામગીરી

Update: 2021-03-13 08:46 GMT

રાજ્યમાં મહાનગરપલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસ સતત વધી રહયા છે. અમદાવાદમાં સતત વધતા કોરોના કેસના કારણે માઇક્રોકંટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 4 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં જોધપુરના 2 મકાનના 11 લોકો, ઘાટલોડિયાના 52 મકાનોના 200 લોકો અને બોડકદેવમાં 12 ઘરોના 50 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શહેરના 4 વિસ્તારોમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 44 ઘરોના 171 લોકોને દૂર કરાયા છે.

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. રાજ્યમાં એક સમયે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું પણ ત્યારબાદ સ્થિતિ કંટ્રોલમાં આવી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ફરીવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ વધુ કેસ નોઁધાઈ રહ્યા છે.

Tags:    

Similar News