અમદાવાદ : કોરોનાનું ઘટી રહેલું સંક્રમણ, 24 કલાકમાં 177 નવા કેસ નોંધાયાં

Update: 2020-10-22 12:12 GMT

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 181 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે કોરોનાના કેસ ઘટવા પાછળનું કારણ છે એએમસીની રણનીતિ એએમસીએ શહેરના અલગ અલગ રસ્તાઓ અને મોટી સોસાયટીઓની બહાર કોરોના ટેસ્ટ માટેના ટેન્ટની વ્યવસ્થા કરી છે આ ટેન્ટ માં છેલ્લા એક મહિનામાં 75 હજાર કોરોના ટેસ્ટ થયા અને તેમાંથી 600 લોકો પોઝિટિવ આવ્યાં છે. 

એક સમયે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું પણ એએમસી એ અનેક પગલાઓ લઇ કોરોનાની સ્થિતિને કાબુમાં લીધી પણ હવે શહેરમાં કેસો ઘટવા લાગ્યા છે શહેરમાં અલગ અલગ 100 થી વધુ વિના મુલ્યે કોરોના ટેસ્ટના ટેન્ટમાં લોકો પોહચી રહયા છે અને ટેસ્ટ કરાવી રહયા છે। ..આ ટેન્ટથી ફાયદો તે થયો કે જે લોકો પૈસા નોહતા ખર્ચી શકતા કે દૂર સુધી ટેસ્ટ કરવા નોહતા પોહચી શકતા તેમને ઘર આંગણે ટેસ્ટ થયો જેને કારણે આ ટેસ્ટ ટેન્ટને બોહળો પ્રતિસાદ મળ્યો છે. 

Tags:    

Similar News