અમદાવાદ : ગુજરાત ATSએ 1 કરોડ રૂપિયાની કિમંતનો મેફામ્ફેટામાઇનનો જથ્થો ઝડપી પાડયો

Update: 2021-01-20 16:59 GMT

અમદાવાદના યુવાધનને ડ્ર્ગ્સના રવાડે ચડાવવાના વધુ એક કારસાનો પર્દાફાશ એટીએસે કર્યો છે અમદાવાદના શાહીબાગ વિસ્તરામાંથી 1 કિલો ડ્રગ્સ સાથે આરોપી સુલતાન શેખની ધરપકડ કરવામાં આવી છે આરોપી સુલતાન ડ્રગ્સને સપ્લાયર સુધી પહોંચાડે તે પહેલા એટીએસની ગિરફ્તમાં આવી ગયો છે આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે અને આરોપી મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે.

એટીએસને બાતમી મળી હતી કે મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં એક વ્યક્તિ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઇ અમદાવાદ આવી રહ્યો છે આ બાતમીના આધારે એટીએસે શાહીબાગ વિસ્તારમાં ખાનગી બસને રોકી સર્ચ ઓપરેશન કરતા સુલતાન નામના આરોપી પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા લાલ ટીશર્ટ પહેરેલ સપ્લાયરને આ ડ્રગ્સ આપવાનું હતું પરંતુ આ ડ્રગ્સ સપ્લાયરને મળે તે પહેલા પેડલર સુલતાનને ઝબ્બે કરવામાં આવ્યો

પેડલર સુલતાનની પુછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સકે અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવાથી તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો અને મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે ડિલિવરી કરવાની હતી. બજારમાં 1 કરોડ ની કિંમતના મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છેતો આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસ સફળ થઇ નથી.

Tags:    

Similar News