અમદાવાદ : ઇસ્કોન મોલમાં 200 લોકો મેળવી રહયાં છે આશરો, જુઓ શું છે ઘટના

Update: 2020-04-07 10:39 GMT

અમદાવાદના ઇસ્કોન મોલના માલિકે લોકડાઉનના સમયમાં શહેરમાં ફસાય ગયેલાં 200 કરતાં વધારે લોકોને આશરો આપી સેવાની સુવાસ ફેલાવી છે.

લોકોડાઉનની સ્થિતિમાં જે લોકો જે પોતાના ઘરે નથી જઇ શકતાં તેમના માટે ઇસ્કોન મોલમાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. હાલમાં 200 જેટલા લોકો મોલમાં આશરો મેળવી રહયાં છે.આ મોલમાં જેટલા પણ લોકો રહે છે તે લોકો માટે રહેવા અને ખાવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.ઈસકોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક તરફથી આ સેવાનું કાર્ય કરવામાં આવી રહયું છે. કોર્પોરેશન અને પોલીસની ટીમ પણ ત્યાં હાજર હોય છે. મોલમાં રોકાયેલા લોકોના સ્વાસ્થયની પણ નિયમિત રીતે તપાસ કરવામાં આવી રહી છે.

Similar News