અમદાવાદ : પતંગ બજારોમાં જોવા મળ્યો મંદીનો માહોલ : વેપારીઓમાં નિરાશા

Update: 2020-01-11 12:52 GMT

મકરસંક્રાંતિ

જેમ જેમ નજીક આવી રહી છે તેમ છતાં મંદીના માહોલમાં પતંગોની ખરીદી ઓછી થઇ રહી

હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ઉત્તરાયણ આડે બે દિવસ બાકી છે ત્યારે

છેલ્લી ઘડીની ખરીદી પર વેપારીઓ મદાર રાખીને બેઠા છે. 

ઉતરાયણ હોય

અને અમદાવાદ આગળ ના હોય તેવું બની ન શકે પરંતુ  આ વર્ષે લોકો હજુ પણ મંદીના માહોલમાં છે

અને આ મંદીના માહોલમાં થી હજુ લોકો બહાર નીકળી શક્યા નથી તેના કારણે ગત વર્ષ કરતાં

આ વર્ષે પતંગ બજારોમાં ગ્રાહકોનો ધસારો ઓછો જોવા મળી રહ્યો છે અને વેપાર ઓછો થવાને

લઈને પતંગની દુકાનના માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે તો બીજી બાજુ પતંગ રસિયાઓ

પણ આ વર્ષે ગત વર્ષ કરતા ઓછી ખરીદી કરી રહ્યા છે

જોકે પતંગના

બજારમાં અવનવા પતંગોની સાથે અવનવી એસેસરીઝ પણ જોવા મળી રહી હતી પરંતુ ક્યાંકને

ક્યાંક મંદીના માહોલના કારણે આ વર્ષે ગત વર્ષ કરતાં પતંગ માર્કેટમાં ઘણા જ ઓછા

પ્રમાણમાં પતંગો અને ફીરકી ઓનું વેચાણ થયું હતું

Tags:    

Similar News