અમદાવાદ : કરફ્યુના સમય બાદ થાય છે દારૂની હેરાફેરી, અકસ્માત થતાં કારમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો

Update: 2020-07-04 11:21 GMT

અમદાવાદમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હાલ પોલીસે અકસ્માત સહિત પ્રોહિબિશનનો ગુન્હો નોઁધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા નજીક કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને રીક્ષાની આગળના ભાગનો ખુરદો બોલી જતાં મોટું નુકસાન થયું હતું. જોકે કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, કારે રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ફંગોળાઈને ટ્રાફિક બૂથ સાથે ટકરાઈ હતી. જોકે અકસ્માતનો ઘટના ક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. રીક્ષામાં સવાર 2 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર નં. GJ 01 BR 2742નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત સહિત પ્રોહિબિશનનો ગુન્હો નોઁધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં વહેલી સવારે કરફ્યુનો સમય પત્યો હોય અને હાજર પોલીસની ફરજનો પણ સમય બદલાતો હોય છે, તે દરમ્યાન પૂર ઝડપે આવેલી દારૂની હેરાફેરી કરતી કારનો અકસ્માત થતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર ઘટના

નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

Similar News