અમદાવાદ : રામ મંદિર નિર્માણ માટે 51 લાખનું દાન, મહારાજે આપ્યું યોગદાન

Update: 2021-01-14 10:48 GMT

અયોધ્યામાં રામ મંદિરનાં ભવ્ય નિર્માણના ભાગરૂપે ભક્તો પાસેથી દાન એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલા રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત અમદાવાદનાં SGVP મંદિર છારોરીના શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દાસ મહારાજે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

રામલલ્લાના મંદિર નિર્માણ માટે જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને માટે વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર દ્વારા રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ આજે મકરસક્રાંતિ દિવસથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રામ મંદિર નિર્માણ માટે  વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે SGVP છારોરી દ્વારા પણ મંદિરના નિર્માણ માટે દાન આપવામાં આવ્યું છે. મંદિર વતી શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દાસ મહારજે  રૂ.51 લાખનું દાન આપ્યું છે. અને ગુજરાતની જનતાને પણ અપીલ કરી છે કે, રામલલ્લાના મંદિરના ભવ્ય નિર્માણ માટે પોતાનું યોગદાન આપીને ઝોળી છલકાવે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી અશોકભાઇ રાવલ, પ્રાંત મંત્રી અશ્વિનભાઈ પટેલ અને સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.  

Tags:    

Similar News