અમદાવાદ : મેમકોમાં ભરાયા કેમિકલ યુક્ત પાણી લોકો ત્રસ્ત પણ તંત્ર છે મસ્ત : વિડીયો થયો વાઇરલ

Update: 2020-01-06 10:51 GMT

અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા ઇન્ડિયા કોલોની વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ભરાયાં છે. સમસ્યાનું નિરાકરણ લાવવા યોગ્ય પગલાં ભરવાની માંગ છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં રોષે ભરાયેલાં રહીશોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે.

રાજય સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પણ પાણીથી થતાં પ્રદૂષણને અટકાવવા માટે સરકાર પાસે કોઇ આયોજન ન હોય તેમ લાગી રહયું છે. અમદાવાદ જેવા મહાનગરમાં પણ રહેણાંક વિસ્તારોમાં કેમિકલયુકત પાણી ફરી વળવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા ઇન્ડિયા કોલોની વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ભરાયાં છે. કેમિકલયુકત પાણી ભરાઇ જવાના કારણે રોગચાળાની ભિતિ સેવાઇ રહી છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ તથા નેતાઓની આંખો ખોલવા માટે સ્થાનિક રહીશોએ વિડીયો બનાવી વાયરલ કરી દીધો છે.

Similar News