અમદાવાદ : નવનિયુક્ત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ગાર્ડ ઓફ ઓનર સાથે સંભાળ્યો ચાર્જ

Update: 2020-08-03 11:17 GMT

અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સોમવારના રોજ ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે શાહીબાગ સ્થિત પોલીસ કમિશ્નર કચેરી તેઓને ગાર્ડ ઓફ ઓનરઆપવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12 કલાકે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવનિયુક્ત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે, ત્યારે શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી હોવાથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની પોલીસ કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ વર્ષ 1987ની બેચના IPS અધિકારી છે. હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે પણ ફરજ બજાવતા હતા, ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવતા તેઓ શહેરના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે.

Tags:    

Similar News