અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠમાં CAAના વિરોધનો કાર્યક્રમ પોલીસે બનાવ્યો નિષ્ફળ

Update: 2020-01-15 12:14 GMT

અમદાવાદની

ગુજરાત વિદ્યાપીઠમાં કેટલાક વિદ્યાર્થીઓએ CAAના વિરોધમાં પતંગ ઉડાડવાનો કાર્યક્રમ

આયોજીત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીઓને

પતંગ ચગાવતા રોકતા હોબાળો મચ્યો હતો.

દેશમાં અમલી

બનેલા CAAના સમર્થન

અને વિરોધના કાર્યક્રમો યોજાય રહયાં છે. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં

અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓએ CAAના વિરોધમાં પતંગ ઉડાડવાનો કાર્યક્રમ

આયોજીત કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ

મેદાનમાં નાગરિકતા કાયદાના વિરોધમાં વિવિધ સ્લોગનો લખેલી પતંગ ચગાવે તે પહેલાં

પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને  વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા અટકાવ્યા હતાં. ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં

પોલીસની એન્ટ્રી થતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ પોલીસ

અધિકારીઓ વચ્ચે રકઝક પણ થઇ હતી.

Tags:    

Similar News