અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

Update: 2020-04-05 12:05 GMT

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં ખાનગી વાહનો પર સપુર્ણ રીતે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

સમગ્ર રાષ્ટ્રમાં હાલ લોકડાઉનનો માહોલ છે તેવામાં ઘણા એવા શહેરીજનો પણ છે જે હજી પણ લોકડાઉનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ નાકા પોઈન્ટ પર કડક ચેકિંગના આદેશો કરાયાં છે. જે લોકો માત્ર ઘરોની બહાર ફરવા નીકળે છે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરશે. અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી સમગ્ર શહેરમાં ખાનગી વાહનોના ફરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ઇમરજન્સી, જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા મિડીયાના વાહનોને જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે. કારણ વગર ઘરની બહાર નીકળનારા લોકોની સામે કાર્યવાહી ઉપરાંત તેમના વાહનો પણ ડીટેઇન કરી લેવામાં આવશે.

Similar News