અમદાવાદ : જનજીવન થયું ફરી ધબકતું, વાહન વ્યવહાર સહિત તમામ રોજગાર ધંધા શરૂ

Update: 2020-06-01 13:08 GMT

અમદાવાદ શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે, ત્યારે શહેરમાં વાહન વ્યવહાર સહિતના તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે.

લોકડાઉનની સ્થિતિ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેર ફરી ધબકતું જોવાં મળ્યું છે, ત્યારે સરકારની નવી ગાઈડલાઇનના પાલન સાથે લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે શહેરીજનો કામે વળગતા કઈક અલગ જ ચિત્ર અમદાવાદનું જોવા મળ્યું છે.

અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવાઓ 50 ટકા કેપેસિટી સાથે દોડતી થઈ છે. બસમાં પણ 60 ટકા લોકો જ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સુભાષ બ્રિજ BRTS તેમજ રાણીપ બસ સ્ટેન્ડ ખાતે પણ એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News