અમદાવાદ : ટીએલજીએચ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો, 15 લોકો સામે નોંધાયો ગુનો

Update: 2020-12-03 11:04 GMT

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં TLGH હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મોત બાદ દર્દીના સ્વજનોએ હોબાળો મચાવી તોડફોડ કરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મૃતકના સાળા કુલદીપ સહિત 15 લોકો સામે રાયોટિંગ અને તોડફોડ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે

ચાંદખેડા વિસ્તારમાં આવેલી ટીએલજીએચ હોસ્પિટલના દર્દીના સ્વજનોએ કરેલી તોડફોડના કિસ્સામાં હોસ્પિટલ સંચાલક ડૉકટર ફરિયાદી બન્યા છે. જ્યારે હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીથી થયેલી મોત મામલે પીએમ રિપોર્ટ અને ડોકટરોની બોર્ડ કમિટીના રિપોર્ટમાં ડોકટરની બેદરકારી સામે આવશે તો જ ગુનો નોંધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દાણીલીમડામાં રહેતા અને બેંકના કર્મચારી એવા અમિત કાપડિયાનો 23 નવેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે રાતે અમિતનું મોત નિપજતાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કરી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં તોડફોડથી નુકશાન થયું હતું ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. અકસ્માત મોત નોંધી હતી. ત્યારે કોરોમાં પોઝિટિવ દર્દી યોગ્ય સારવાર ન થતી હોવાની ફરિયાદો TLGH હોસ્પિટલ સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે આમ પોલીસે બને પક્ષના નિવેદન લઇ કોની બેદરકારી છે તે શોધવાના પ્રયાસમાં લાગી છે.

Tags:    

Similar News