અમદાવાદ : વેપારીઓએ એક વ્યકતિ સામે નોંધાવી હતી છેતરપિંડીની ફરિયાદ, જુઓ પછી કેવી રીતે લીધો બદલો

Update: 2021-01-19 16:41 GMT

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ગેંગરેપની ફરિયાદ પરથી પડદો ઉઠાવી દીધો છે. આ ગેંગરેપના જે મુખ્ય આરોપી છે તેણે બને આરોપીને ફસાવ્યા હોવાની વાત સામે આવી છે અને આખી ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. એક ફરિયાદનો બદલો લેવા ગેંગરેપનું તરકટ રચવામાં આવ્યું હતું. આમ સમગ્ર બાબત માત્ર ઉપજાવી કાઢેલ હોવાની વાત સામે આવી છે.

આ સમગ્ર મામલે જો નજર કરવામાં આવે તો શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં એક મહિલાએ શહેરના બે વેપારીઓ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર ગોમતીપુર વિસ્તારમાં આરોપીઓ રાજકુમાર બુધરાણી અને શુશીલ બજાજે ફરિયાદી મહિલા સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદની ગંભીરતા જોતા બને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી પણ આ મામલે આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે બંને વેપારીઓ સામે ફરિયાદ પણ કરી દેવામાં આવી હતી. જે બાદમાં બંને વેપારીઓએ જેલમાં પણ જવું પડ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય કાવતરાખોર ઈરફાન અન્સારીએ બદલો લેવા સમગ્ર તરકટ રચ્યું હતું. આ ષડયંત્રમાં બીજા લોકો પણ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું છે કે ઈરફાન અને અજય કોડવાની સામે 2019માં આ વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેથી બંનેએ 40 દિવસ જેલમાં જવું પડ્યં હતું. આનો બદલો લેવા માટે ઇરફાને વેપારીઓને ફસાવવા સમગ્ર કાવતરું રચ્યું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેહવા મુજબ મુખ્ય આરોપી ઈરફાને પોતાના મિત્ર મોહમ્મદ ઇબ્રાહિમને નીરજ ગુપ્તા નામના વેપારીની દુકાન ભાડે લીધી હોવાનો ઢોંગ કરવાનું કહ્યું હતું. નીરજ ગુપ્તાની ઓફિસ ખાતે જ બળાત્કાર થયો હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. પ્લાન પ્રમાણે મોહમ્મદ ઇબ્રાહિમે પોતાના મિત્ર ફઝલુરેમાનને છોકરીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જે બાદ ફઝલુરેમાને આંધ્ર પ્રદેશના વિજયવાડાથી એક યુવતીને એક લાખ આપવાનું નક્કી કરી બોલવી હતી.

Tags:    

Similar News