અમદાવાદ : 22 સિટિંગ કોર્પોરેટર ચૂંટણી માટે મેદાનમાં, 3 પૂર્વ મેયર પણ મેદાને...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે મતદાન થવાનું છે,

Update: 2022-11-07 09:09 GMT

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ 22 સિટિંગ ભાજપના મ્યુનિ. કોર્પોરેટર ટિકિટ માગી છે. તો બીજી તરફ, કોંગ્રેસના 6 સીટિંગ અને એક એઆઈએમઆઈએમ કોર્પોરેટરોએ પણ જુદી જુદી બેઠકો પર દાવેદારી કરી છે. સાથે સાથે પાંચ પૂર્વ મેયર અને 3 પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.અમદાવાદ : 22 સિટિંગ કોર્પોરેટર ચૂંટણી માટે મેદાનમાં, 3 પૂર્વ મેયર પણ મેદાને...

રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં એક સાથે 22 સીટિંગ કોર્પોરેટરોએ ટિકિટ માગી હોય તે પ્રથમ ઘટના છે. પૂર્વ મેયર ગૌતમ શાહ નારણપુરા બેઠક માટે દાવેદારી કરી છે, જ્યારે એલિસબ્રિજ બેઠક ઉપર પૂર્વ મેયર બિજલ પટેલ અને અમિત શાહે પણ ટિકિટ માગી છે. આ બેઠક પર મ્યુનિ. રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલ અને સ્કૂલ બોર્ડના ચેરમેન સંજય મહેતાએ પણ દાવેદારી કરી છે. પૂર્વ મેયર અમિત શાહને અગાઉ વેજલપુર વિધાનસભા પરથી ટિકિટ આપવામાં આવી હતી. ત્યાં તેમના નામનો વિરોધ થતાં તેમણે દાવેદારી પરત લીધી હતી. પૂર્વ મેયર મીનાક્ષી પટેલે વેજલપુર તેમજ અસિત વોરાએ મણિનગરમાંથી ટિકિટ માગી છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે મણિનગરથી ટિકિટ માગી છે, જ્યારે પ્રવીણ પટેલે દરિયાપુર બેઠક અને મધુ પટેલે નિકોલથી દાવેદારી કરી છે. પૂર્વ ડે. મેયર દિનેશ મકવાણા પણ અસારવા થી ટિકિટ માગી છે. બોડકદેવ વોર્ડમાં સૌથી વધુ 3 સીટિંગ કોર્પોરેટરોએ ટિકિટ માગી છે.

Tags:    

Similar News