અમદાવાદ: પાસપોર્ટમા ચેડા કરી દુબઈ જતા દંપતી પકડાયું, અગાઉ આયર્લેન્ડમાંથી કરાયા હતા ડિપોટ

ભારતીય લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માટે જવાની ઈચ્છા ધરાવતા હોય છે પણ નિયમો અને અન્ય સંજોગોના કારણે તેવો કાયદેસર રીતે વિદેશ જઈ શકતા નથી.

Update: 2022-08-30 06:16 GMT

ભારતીય લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માટે જવાની ઈચ્છા ધરાવતા હોય છે પણ નિયમો અને અન્ય સંજોગોના કારણે તેવો કાયદેસર રીતે વિદેશ જઈ શકતા નથી. તેથી ગેરકાયદેસર રસ્તાનો ઉપયોગ કરી વિદેશ પહોંચી જતા હોય છે. જોકે અત્યાર સુધી ગેરકાયદેસર રસ્તે પહોંચેલા વિદ્યાર્થીઓ કે નોકરી વાંચ્છુ પકડાઈ જવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત અને તેની શિક્ષિકા પત્ની વિદેશ જવા નીકળ્યા પણ પકડાઈ ગયા.દેશમાંથી અનેક લોકો અમુક કારણો અને નિયમોને કારણે વિદેશ જઈ શકતા નથી. તેથી અલગ અલગ રસ્તાઓ અપનાવી અથવા તો એજન્ટોની લાલચમાં આવી શોર્ટકટ અપનાવી રહ્યા છે.

જેમાંથી ઘણા લોકો પકડાઇ જાય છે તો ઘણા લોકો વિદેશ પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં ખેડૂત હિતેશભાઈ અને તેના શિક્ષિકા પત્ની 28 ઓગસ્ટના રોજ અમદાવાદ થી દુબઈ જવા નીકળ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ટુરિસ્ટ વિઝા ઉપર દુબઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન તપાસ દરમિયાન સામે આવ્યું કે, હિતેશભાઈ અને તેમના પત્ની પાસપોર્ટમાં છેડછાડ થયેલી છે. જેથી એરપોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને દંપતીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતી અગાઉ પણ વર્ષ 2018 માં પાસપોર્ટ પર આયર્લેન્ડ ગયું હતું. આયર્લેન્ડ એરલાઇન્સ અધિકારીને શંકા જતા દંપતીને ડિપોટ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News