અમદાવાદ: સાઉથ બોપલમાં અંદાજિત 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરાયુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલમાં અંદાજિત 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

Update: 2023-05-02 06:47 GMT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલમાં અંદાજિત 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું ફાયર સ્ટેશન ઉપલબ્ધ થતા જ હવે સાઉથ બોપલમાં ઈમરજન્સ સેવાઓ પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.

અમદાવાદ શહેર દિવસે ને દિવસે તેનો વિસ્તારમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં હાયરાઇઝ મોટી બિલ્ડીંગો પણ બની રહી છે.દિવસે ને દિવસે વિસ્તાર વધતા ઇનજરન્સી સેવામાં પણ વધારો કરવો એટલો જ જરૂરી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલ ખાતે 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા તૈયાર છે. ત્યારે અમદાવાદ શહેરમાં સૌથી ઝડપી વિકાસ થતો બોપલ વિસ્તારમાં 43 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને ફાયરની ઝડપી સુવિધા મળી રહે તે માટે સ્ટેશન આજથી જ કાર્યરત કરી દેવામાં આવશે. જેમાં અનેક સારી સુવિધાઓવાળા વિહિકલ પણ આપવામાં આવ્યા છે.

Tags:    

Similar News