અમદાવાદ : એરપોર્ટ પર મહેસાણાના યુવક પાસેથી મળી આવી પિસ્તોલ અને કારતૂસ, પોલીસ તપાસ શરૂ...

અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટ પર એક મહેસાણાના યુવક પાસેથી સિક્યુરિટી ચેકિંગમાં એક પિસ્તોલ અને એક કારતૂસ મળી આવી છે,

Update: 2022-10-05 06:58 GMT

અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટ પર એક મહેસાણાના યુવક પાસેથી સિક્યુરિટી ચેકિંગમાં એક પિસ્તોલ અને એક કારતૂસ મળી આવી છે, ત્યારે સી.આર.પી.એફ.ના જવાન દ્વારા યુવકને એરપોર્ટ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ.માં સબ ઇન્સ્પેક્ટર શાલિની પવાર અમદાવાદથી રાંચીની ફલાઇટના પેસેન્જરોની એક્સ-રે સ્ક્રીનીંગ મશીન પર શારીરિક અને લગેજની ચકાસણી કરતા હત, આ દરમ્યાન મહેસાણા જિલ્લાના મેઉ ગામના 32 વર્ષીય અપૂર્વ રામીના પાકીટમાંથી 1 કારતૂસ મળી આવી હતી. જે અંગે તેમણે અપૂર્વની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, તે પોતાના મોટા બાપા જયેશ રામી સાથે 2 વર્ષથી રહે છે. મોટા બાપુ જયેશભાઇ વર્ષ 2008માં આર્મીમાંથી નિવૃત થયા હતા, અને તેમની પાસે પિસ્તોલનું લાઇસન્સ છે. જોકે, સોમવારે અપૂર્વ પાકીટમાં પિસ્તોલની એક કારતૂસ ઉતાવળમાં ભૂલથી રહી ગઈ હતી. અપૂર્વ પાસે પિસ્તોલનું લાઇસન્સ નહીં હોવાના કારણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે હાલ તો પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.

Tags:    

Similar News