અમદાવાદ: ગોતામાં પોલીસકર્મીએ ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

શહેરમાં આપઘાતના બનાવમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે.

Update: 2022-09-07 07:44 GMT

અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપ સિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે.શહેરના પોલીસકર્મી આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિ બેન અને પોલીસકર્મી કુલદીપ સિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે.

કુલદીપસિંહ ના બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યા નો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવાર માં પડ્યા છેપોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોર ના વતની હતા અને તેમનાં પત્ની સિહોર ની બાજુમાં આવેલા વડિયા ના રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી

Tags:    

Similar News