અમદાવાદ: થલતેજ અંડર બ્રિજમાંથી પસાર થતી ટ્રકનું ટાયર ફાટતાં પલટી મારી, 2ને ઇજા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું નિરાકરણ લાવવા માટે બ્રિજ બનાવવામાં આવ્યા છે. પરતું થલતેજ અંડર બ્રિજમાં જ અકસ્માત જોવા મળ્યો છે.

Update: 2022-06-11 07:19 GMT

અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું નિરાકરણ લાવવા માટે બ્રિજ બનાવવામાં આવ્યા છે. પરતું થલતેજ અંડર બ્રિજમાં જ અકસ્માત જોવા મળ્યો છે. એક ટ્રક જે અંડર બ્રિજમાંથી પસાર થતો ટાયર ફાટતા તે ટ્રક પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે

મળતી માહિતી અનુસાર અમદાવાદ SG હાઈવે પર આવેલ થલતેજ અંડર બ્રિજમાં એક ટ્રક જે બ્રિજની વચ્ચો વચ્ચ પલટી મારી ગઈ હતી. આ ટ્રકમાં સિમેન્ટના નળિયાં ભરેલા હતા. ટ્રક પલ્ટી મારી જવાના કારણે સામાન રોડ પર પડ્યો હતો અને ટ્રકના ડ્રાઈવર અને કંડકટર ઈજા પામ્યા છે. તે બન્ને ને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકનું ટાયર ફાટી જવાના કારણે આ અકસ્માત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર પર લગાવેલ લાઈટના થાંભલા ને તોડી ટ્રક પલટી માર્યો હતો. પીક અવર્સનો સમય હોવાના કારણે ટ્રાફિક વધારે હોવાથી જામ પણ જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News