અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કાયમી નોકરી માટે રોડમેપ કર્યો તૈયાર, જુઓ યુવરાજસિંહ જાડેજાએ શું કરી જાહેરાત

આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા જોડાયેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા

Update: 2022-08-08 11:04 GMT

આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા જોડાયેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટીનો રોડમેપ તૈયાર છે અમે 10 લાખ લોકોને નોકરી આપીશું

આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદ ખાતે રાજ્યમાં રોજગારી આપવા માટે આમ આદમી પાર્ટીનો રોડ મેપ રજૂ કર્યો હતો.યુવરાજ સિંહે જણાવ્યું કે રાજ્યમાં કાયમી રોજગારી શક્ય છે.કોન્ટ્રાકટ પદ્ધતિ અને ફિક્સ પગારની પદ્ધતિમાં પણ બદલવામાં આવશે.શિક્ષણ અને આરોગ્ય સેકટરમાં દિલ્હી મોડેલ જે કામ કરી રહ્યું છે તે મુજબ અમે ગુજરાતમાં કામ કરી રહ્યા છીએ ભાજપ સરકારે વર્ષમાં 2 કરોડ રોજગારી આપવાની જાહેરાત કરી હતી પણ આ સરકાર નિષ્ફળ ગઈ છે. અત્યારે વિવિધ વિભાગોમાં 50 ટકા કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે. જેમાં ભાજપના નેતાઓ ભાઈ ભત્રીજાને રોજગાર આપે છે. યુવાનોની કોન્ટ્રાકટ કરતા કાયમી ભરતી થવી જોઈએ.તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપના નેતા માત્ર બફાટ કરે છે માત્ર જુમલા આપવામાં આવે છે રાજ્યમાં 27 સરકારી વિભાગોમાં જગ્યા ખાલી છે તેની માહિતી પણ અમે રાજ્યની જનતા સમક્ષ મુકીશું.

Tags:    

Similar News