અમદાવાદ : મહિલા સાંસદ પર અસભ્ય ટીપ્પણી કરતો વિડીયો વાયરલ કરનાર આરોપી ઝડપાયો

લોકસભાના મહિલા સાંસદ વિશે અસભ્ય ટીપ્પણી કરતો વિડીયો વાયરલ કરનારા આરોપીને અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે

Update: 2021-08-25 12:51 GMT

લોકસભાના મહિલા સાંસદ વિશે અસભ્ય ટીપ્પણી કરતો વિડીયો વાયરલ કરનારા આરોપીને અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાંથી મળતી માહિતી અનુસાર પોલીસે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારની શિવપાર્ક સોસાયટીમાં રહેતાં પલાશ પટેલની ધરપકડ કરી છે. તેના વિરૂધ્ધ મહિલા સાંસદ વિશે અસભ્ય ટીપ્પણી કરતો વિડીયો વાયરલ કરવાનો આરોપ છે. દેશના મહિલા સાંસદ કે જેઓ પીપલ ફોર એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ચેરપર્સન પણ છે તેમના વિરુદ્ધમાં બિભત્સ વાત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જે વિડિયો અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાને આવતાં આવતા ગુનો નોંધી વિડિયો પોસ્ટ કરનાર આરોપી પલાશ પટેલ ની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે કરી મૂળ વિડિયો શોધવા તેમજ પુરાવા એકત્રિત કરવા માટે મોબાઇલ ફોન એફ એસ એલમાં પરીક્ષણ કરવા માટે મોકલી આપ્યાં છે...પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા સાંસદ વિરુદ્ધ વિડિયો બનાવી પૈસા પડાવવાની ફિરાકમાં હતો.

Tags:    

Similar News