અમદાવાદ: ચૂંટણી સમયે 39 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ, વાંચો શું છે વિવાદ

Update: 2022-11-18 06:02 GMT

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. ચૂંટણી ટ્રેનિંગ માટે હાજર સરકારી કર્મચારીઓ સામે હવે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવતા વિવાદ થાય તેવી શક્યતા છે.કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસ ને ધરપકડ ની સૂચના આપી હતી. આથી 39 સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરતા ભારે વિવાદ સર્જાયો છે. ઈન્કમટેક્સ, ઇન્સ્યોરન્સ અને ટેલિકોમ સેક્ટર કર્મચારીઓ સામે વોરંટ ઇશ્યૂ કર્યું છે.

આ લોકો વિરુદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવવામાં આવી છે. જોકે ધરપકડની સૂચના બાદ 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મીઓની જરૂર છે. આ ચૂંટણી પ્રક્રિયા માંથી મુક્તિ માટે 2700 કર્મીઓએ રજૂઆત પણ કરી છે.આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના વોરંટએ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે, જે કર્મચારીઓને વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓને તો ટ્રાન્સફર થઈ ગયા છે. કેટલાક અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી 2700 કર્મચારીઓ એ વિવિધ કારણોસર આ ચૂંટણી પ્રક્રિયા માંથી મુક્તિ માટેની રજૂઆત કરી છે. જેમાં મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત તેમજ લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરીને તેઓ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માંગી છે. જો કે, હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

Tags:    

Similar News