અમદાવાદ : રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું...

શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે.

Update: 2022-10-19 10:30 GMT

રાજ્યમાં કોરોનાની અસર નામ માત્રની થઈ હોવાથી લોકોમાં તહેવારોની ઉજવણીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ શહેરમાં રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. બજાર, શેરીઓ તથા ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુમાં પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ફટાકડાની ખરીદી કે, વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદૂષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવ્યો છે.

પોલીસ કમિશ્નર દ્વારા બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી. અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ફટાકડાની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે કોઈપણ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે.

Tags:    

Similar News