અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા ચેતજો, સિગ્નલ પર 2146 નવા CCTV કેમેરા લાગશે

AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.

Update: 2022-12-19 07:03 GMT

અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે અમદાવાદમાં સિગ્નલ પર નવા 2146 નવા CCTV કેમેરા લાગશે. જોકે હાલમાં શહેરમાં કુલ 212 જંકશન પર 2351 સીસીટીવી લાગ્યા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે. જોકે હવે નવા 4 હજાર 497 કેમેરા થશે જેનાથી ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા વિચારજો કારણ કે AMC દ્વારા હવે નવા 2146 આધુનિક હાઈફાઈ કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે.

નોંધનીય છે કે, હાલ શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી ડીપલોય છે અને હવે શહેર ટ્રાફિક પોલીસ અને એએમસી સાથે મળી વધારાના કેમેરા ઇન્સ્ટોલ કરશે જેનાથી પ્રતિદિવસ મેમો ની સંખ્યા પણ વધશે છે. વર્તમાનમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે AMC દ્વારા નવા 2146 નવા કેમેરા લગાવ્યા બાદ હવે કુલ 4497 કેમેરા થશે. જેનાથી ઈ મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. આ સાથે વધુ CCTV કેમેરા હોવાથી સ્ટંટબાજ, ભાગેડુ આરોપી પણ પકડાશે. આ તમામ કેમેરા ની સંકલન અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ માંથી થસે અને ત્યાંથી કોઈ પણ સૂચના ઓપરેટ કરશે 

Tags:    

Similar News