અમદાવાદ : ભાજપના નેતાઓ અંગત સ્વાર્થ માટે નફરતની ભાષા વાપરે છે : અર્જુન મોઢવાડીયા

ડેપ્યુટી સીએમ નિતિન પટેલે હીંદુઓ અને લઘુમતીઓ વિશે કરેલા નિવેદનથી રાજકારણ ગરમાયું

Update: 2021-08-29 12:14 GMT

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને તેમની પાર્ટીના નેતાઓનું સમર્થન મળ્યું છે તો કોંગ્રેસે તેમના નિવેદનને લઇ ભાજપ પર નિશાન તાકયું છે.....

ગાંધીનગરના ભારત માતાના મંદિર ખાતે આયોજીત સમારંભમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલે હીંદુઓ અને લઘુમતીઓ વિશે કરેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઇએ કે, નિતિન પટેલે તેમના ભાષણમાં કહયું હતું કે, હીંદુઓની સંખ્યા ઘટી જશે તો બધુ ખેદાન મેદાન થઇ જશે. ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં નિતિન પટેલના નિવેદને રાજકારણમાં પલિતો ચાંપ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ નિવેદનનું સમર્થન કર્યું છે જયારે વિપક્ષ કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અંગત રાજકીય સ્વાર્થને સાઘવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી ને કાલ્પનિક ડર નો માહોલ ઉભો કરી રહ્યા છે.

Tags:    

Similar News