અમદાવાદ: રાજ્યના 4 શહેરોમાં કેન્સર હોસ્પિટલનું કરાશે નિર્માણ

રાજ્યના 4 શહેરોમાં હવે કેન્સર હોસ્પિટલનું કરાશે નિર્માણ, ડે.સી.એમ.નિતિન પટેલે આપી માહિતી

Update: 2021-08-28 09:11 GMT

અમદાવાદમાં કેન્સર હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 75 કરોડના ખર્ચે કેન્સર માટેની અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. આ નવી કેન્સર હોસ્પિટલમાં 15 ઓપરેશન થિયેટર બનાવામાં આવ્યા છે. જેથી કરી લોકોને નિદાન ઝડપી કરી શકાય.

રાજ્યમાં હવે કેન્સરની સારવાર લેવા માટે દર્દીઓએ હવે અમદાવાદમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે કારણ કે હવે રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરામાં કેન્સર હોસ્પિટલ ઉભી કરાશે. જેથી હવે દર્દીઓને અમદાવાદ આવવું પડશે નહીં. જેમ જેમ ટેકનોલોજી વિકસિત થાય છે, તેમ તેમ નવા સાધનો ખરીદવા પડતા હોય છે. આથી જુના સાધનોને બાજુ મૂકવામાં આવે છે ત્યારે વિદેશી કંપનીઓ દ્વારા તે મશીન કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ મશીન રોબર્ટ દ્વારા ચલાવવામાં આવે છે નવી બિલ્ડિંગોમાં કેન્સરની સારવાર શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અમેરિકાથી જે મશીન લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 16 કરોડ 31 લાખમાં આ મશીન ખરીદવામાં આવ્યું છે જ્યારે કિમોથેરાપી મશીન પણ લાવવામાં આવ્યું છે જે ૨૨ કરોડમાં અમેરિકાની કંપની પાસેથી ખરીદવામાં આવ્યું છે. આ ઉપરાંત સાયબર નાઇપ નામનું મશીન લાવવામાં આવ્યું છે. આ મશીન 27.50 કરોડ રૂપિયામાં વિકસાવવામાં આવ્યું છે જે કેન્સરની ગાંઠની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે.

Tags:    

Similar News