અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન, રૂ.2.50 કરોડના ખર્ચે ફલાવર શોનું આયોજન

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Update: 2022-12-31 08:49 GMT

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે "ફલાવર શો" નું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખૂલ્લો મૂક્યો છે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને G-20 થીમ આધારિત સકલ્પ્ચરની તેમજ ફૂલ છોડની માહિતી પણ મેળવી હતી. પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.30 ફી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની સામે જ ટિકિટ ના અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોનાના કેસોની સતર્કતાના પગલે ફ્લાવર શોમાં આવનારા દરેક લોકો માટે માસ્ક ફરજિયાત રહેશે. ફ્લાવર શોનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. ફ્લાવર શો માં ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ખૂબ જ વધુ ભીડ ન થાય તેને ધ્યાનમાં રાખી અને 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે બે વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. રૂ.2.50 કરોડના ખર્ચે આ ફલાવર શો યોજાશે. કોરોનાના બે વર્ષ બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર તેમજ વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે

Tags:    

Similar News