અમદાવાદ:BRTSની બસમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો,ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂની હેરાફેરી અને બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના કિસ્સા બનતા રહે છે.

Update: 2023-02-19 11:06 GMT

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂની હેરાફેરી અને બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના કિસ્સા બનતા રહે છે. આવામાં શહેરના ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે એક શખ્સ બીઆરટીએસ બસમાંથી દારૂની 50 બોટલો ભરેલી બેગ લઈને આવવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી પ્રમાણે શખ્સ બસમાંથી ઉતર્યો કે તરત જ તેને પોલીસે પકડી પાડ્યો હતો. આ પછી પોલીસે તપાસ કરતા તેની બેગમાંથી હાયફાય બોટલો નીકળી હતી.આરોપી પકડાઈ ગયો પછી બચવા માટે પોલીસને ગોળ ગોળ ફેરવતો હતો પરંતુ તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.

યુવક પોતાની બેગને કોડિંગ લોકથી બંધ રાખી હતી, આવામાં તે પોલીસને બેંગ નો લોક નંબર યાદ ના હોવાનું રટણ કરી રહ્યો હતો. તેની પાસે આ બેગ પાલડીના એક શખ્સે મંગાવી હોવાથી તેને કોડ ખબર ના હોવાનું જણાવી રહ્યો હતો. આખરે પોલીસે તપાસ માટે બેગ નું લોક તોડવું પડ્યું હતું. જેવું બેગનું લોક તોડવામાં આવ્યું કે યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. બેગમાં તપાસ કરતા 50 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તે બ્રાન્ડની તપાસ કરતા તેમાં એક-બે બોટલો 25થી 27 હજાર રૂપિયાની હોવાનું માલુમ પડતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને જે શખ્સ દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યા હતો તેની તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે નારણપુરા જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી એક શખ્સ દારૂનો જથ્થો લઈને ઉતરવાનો છે. જેથી ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી મહેસાણાના રજનીકાંત પ્રજાપતિ બસમાંથી ઉતરતા જ અટકાવ્યો હતો. તેની પૂછપરછ કરી તેના સામાન તપાસ કરી હતી, પરંતુ તેની પાસે રહેલી બેગનો કોડ તે જણાવી રહ્યો નહોતો. પોલીસને મળેલી પાક્કી બાતમીના આધારે યુવક પાસે રહેલી કોડ સાથે લોક કરેલી બેગનું તાળું તોડી ને જોયું તો તેમાં દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી, તેની બેગ પરથી ફ્લાઇટનું સ્ટીકર પણ મળી આવ્યું હતું. પાસવર્ડ બાબતે ગલ્લા તલ્લા કર્યા બાદ આરોપીએ તેના મિત્ર મોહિત સિંહ ઝાલા ગોવાથી આ બેગ લઇ આવવા કહ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કોડિંગ વાળું લોક તોડી તપાસ કરી તો તેમાંથી દારૂની મોંઘીદાટ બોટલો મળી આવી હતી. જેમાં એક બ્રાન્ડની 48 બોટલો, જ્યારે 25 હજારની અન્ય બોટલ તથા 27 હજાર અન્ય એક બ્રાન્ડની બોટલો મળી આવી હતી. આરોપીની વધુ પૂછપરછ માં કેટલાક ખુલાસા થયા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી ગોવા કલંગુટ ખાતે આવેલા એક કસીનોના ટેબલ પરથી આ દારૂ ભરેલી બેગ પાલડીના મોહિત સિંહ ઝાલા ના કહેવાથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર બાબત લઇને ક્રાઇમ બ્રાંચે કુલ 79 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રજનીકાંત પ્રજાપતિ ની ધરપકડ કરી મોહિત સિંહ ઝાલા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News