અમદાવાદ : વિદેશી નાગરિકનું ખતરનાક ષડયંત્ર, એકે 47 રાઇફલના બનાવતો હતો પાર્ટસ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે યમનના નાગરિકની એકે 47 રાઇફલના પાટર્સ બનાવી તેને વિદેશમાં મોકલવાના ગુના સબબ ધરપકડ કરી છે.

Update: 2022-02-12 09:18 GMT

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે યમનના નાગરિકની એકે 47 રાઇફલના પાટર્સ બનાવી તેને વિદેશમાં મોકલવાના ગુના સબબ ધરપકડ કરી છે. પિતાની સારવાર માટે અમદાવાદ આવેલાં આરોપીએ ગુજરાતમાં જ રાઇફલના સ્પેરપાટર્સ બનાવવાના ગોરખધંધા શરૂ કરી દીધાં હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યમનમાં ગેરકાયદેસર રીતે રાઇફલના પાર્ટ્સ સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી છે. યમનનો નાગરીક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાની સારવાર માટે મેડીકલ વિઝા મેળવી યમનથી ભારત આવ્યો હતો. આરોપીને નવેમ્બર 2021માં અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ તે આમદાવાદમાં જ રોકાય ગયો હતો. તેણે અમદાવાદમાં ઓઢવ જીઆઇડીસી ખાતે ડી.કે એન્જીનીયર કંપનીમાં સેલ્સમેન હોવાની ઓળખ આપી એકે 47 રાઇફલના પાટર્સ બનાવ્યાં હતાં. અમદાવાદમાં બનેલાં રાઇફલના પાટર્સ તે કાર્ગોથી યમન ખાતે રહેતાં મુનિરને મોકલતો હતો. આરોપીએ કઠવાડા જીઆઇડીસીની મારૂતિ કાસ્ટ તથા કલ્પેશ અલ્લુયસ કંપનીમાં પણ રાઇફલના પાટર્સ બનાવ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાઇફલના પાટર્સની ડીઝાઇન કરેલા કાગળો સહિત કુલ 1.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. ઝડપાયેલા આરોપી અગાઉ મુંબઇ ખાતે રહી અભ્યાસ કરતો હતો. યમનમાં ગૃહ યુધ્ધ ચાલી રહયું હોવાથી હથિયારોની ભારે માંગ છે ત્યારે આરોપીએ પૈસા કમાવા માટે ખતરનાક પ્લાન ઘડી નાંખ્યો હતો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની નજરમાંથી તે બચી શકયો ન હતો.

Tags:    

Similar News