અમદાવાદ: ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપાય,5 આરોપીઓની ધરપકડ

ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આવતા હતા.

Update: 2022-09-14 08:41 GMT

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આવતા હતા.

અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી બનતા જોયા હશે પરંતુ આજે એક બે નહિ પરંતુ 100 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી છે .જેમાં મુખ્ય આરોપી સૂર્ય પ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી , સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને એઓસજી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.વિદેશ જવાની ઘેલછામાં લોકો પોતાનું આખું જીવન બરબાદ કરી મુકતા હોય છે.ખોટા દસ્તાવેજો હોવાના કારણે ઘણા એવા કિસ્સા બન્યા છે જેમાં વિદેશના એરપોર્ટ પરથી જ વ્યક્તિએ પાછા આવવું પડ્યું હોય કારણ કે બનાવટી દસ્તાવેજ ના આધારે વિઝા મેળવ્યા હોય જેના લીધે આવા વિઝા લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર ભાંડો ફૂટી જતો હોય છે અને આવા સમયે વિદેશમાં જવાનું સપનું એક સપનું જ બનીને રહી જતું હોય છે. હાલ એસ ઓ જી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે આવનારા નજીકના સમયમાં આરોપીની મેરેથોન પૂછપરછ હાથ ધરાશે અને હજી પણ અન્ય કેટલાક માથા ઉપર સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે..

Tags:    

Similar News