અમદાવાદ : ગુજરાત બંધના એલાનના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મોપેડ પર બજારો બંધ કરાવવા નીકળ્યા...

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.

Update: 2022-09-10 06:00 GMT

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરવાની શરૂઆત કરાઈ હતી.તો બીજી બાજુ અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનના પગલે આજે સવારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નરોડા વિસ્તારમાં એક્ટિવા પર બેસી બંધ કરાવવા નીકળ્યા હતા, તેમની સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કાર્યકરો પણ જોડાયા હતા. એક તબ્બકે પોલીસ અને જગદીશ ઠાકોર વચ્ચે રકઝક થઈ હતી. તો બીજી બાજુ, ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવી હતી. કોંગ્રેસના જમાલપુર-ખાડીયા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચૂડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા છે, શહેરના નવરંગપુરા સીજી રોડ વિસ્તારમાં પણ કાર્યક્રમ બંધ પાળવા અપીલ કરી હતી. તો વેજલપુર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસના ૨ કોર્પોરેયતર સહિત ૧૦થી વધુ કાર્યકારોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ઉપરાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસના કાર્યકારો બંધને સફળ બનાવવા રસ્તા પર આવ્યા હતા.

Tags:    

Similar News