અમદાવાદ : જેલની અંદર અને બહાર જેનો ખોફ છે તેવા ગોવા રબારીને અમદાવાદ લવાયો

ગુજરાતમાં જેલની અંદર અને બહાર જેના નામની ધાક છે તેવા કુખ્યાત આરોપી ગોવા રબારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભુજ જેલમાંથી ધરપકડ કરી છે. અપહરણના ગુનામાં ગોવા રબારીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Update: 2021-08-28 14:35 GMT

ગુજરાતમાં જેલની અંદર અને બહાર જેના નામની ધાક છે તેવા કુખ્યાત આરોપી ગોવા રબારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભુજ જેલમાંથી ધરપકડ કરી છે. અપહરણના ગુનામાં ગોવા રબારીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા એક યુવકનું અપહરણ કરી 1 કરોડ રૂપિયાની ખંડણી મગાઈ હતી. ખંડણીના કેસમાં ગોવા રબારીની પણ સંડોવણી હતી. અગાઉ ગોવા રબારીના ઘરેથી 16 તોલા સોનાની ચેઈનની રિકવરી કરાઈ હતી. ગોવા રબારી સામે મારમારી, હત્યા, સહિતના 15થી વધુ ગુના નોંધાયા છે. ગોવા રબારીએ અમરાઈવાડીના કોર્પોરેટર અને ચેતન બેટરીની હત્યા કરી હતી. ગોવા રબારી ઘણા સમયથી ભુજની જેલમાં બંધ છે. ભુજથી તેને પુછપરછ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ઓફિસે લાવવામાં આવ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી નામચીન ગોવા રબારી પોતાનું ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યો હોવાની પણ વાત સામે આવી હતી. 1998માં અમરાઈવાડીના કોર્પોરેટર અમથા દેસાઈની હત્યામાં પણ ગોવા રબારીનું નામ સામે આવ્યું હતું. જેલની બહાર ગોવા રબારીની ભારે ધાક હતી ત્યારે જેલમાં પણ પોતાનો રોફ જમાવવા માટે જેલમાં 2005ની સાલમાં ચેતન બેટરીની હત્યા તેણે કરી હતી. ગોવા રબારીના ગુનાઓની યાદી જોઈને હાઈ-સિક્યુરિટી ઝોનમાં રખાયો હતો. ત્યારે જેલમાંથી પણ ખંડણીનું નેટવર્ક ચલાવતા ગોવા રબારી હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ચઢયો છે.

Tags:    

Similar News